દાદા 19 વર્ષની દીકરીને કોલેજ મુકવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત નડયો – દીકરીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 19 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના હરિયાણા પાણીપત જિલ્લામાં આજરોજ વહેલી સવારે બની હતી.

મળતી માહિતી મુજબ બાબરા મોરી પાસે કોલેજમાં જતી 19 વર્ષની દીકરીને એક ક્રેઈન ચાલકે અડફેટેમાં લીધી હતી. જેના કારણે દીકરીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ક્રેઈન ચાલક એક 14 વર્ષનો યુવાન હતો.

ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ દીકરીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ક્રેઈન ચાલક ક્રેઈન મૂકીને ઘટનાસ્થળેથી ભાગવાની કોશિશ કરતો હતો.

ત્યારે ઘટનાસ્થળે હાજર લોકોએ તેને પકડી પાડ્યો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ સાક્ષી હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. તે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બની ત્યારે સાક્ષીના દાદા સુભાષભાઈ સાક્ષીની કોલેજ મુકવા માટે જઈ રહ્યા હતા.

ત્યારે બંનેને ક્રેઈન ચાલકે અડફેટેમાં લીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના કારણે સાક્ષીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે દાદાને ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે 14 વર્ષીય ક્રેઈન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાક્ષીના મૃત્યુના કારણે માતા-પિતાએ લાડકી દીકરી ગુમાવી છે. દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ભાઈએ પોતાની લાડકડી બહેનને ગુમાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*