શરમજનક ઘટના! દીકરાના મૃત્યુ બાદ વૃદ્ધ માતાની મદદ કરવાના બહાને દીકરાના મિત્રે કર્યું એવું કે…

હાલ આપણી સમક્ષ ઘણા બધા છેતરપિંડીના કિસ્સાઓમાં સામે આવતા હોય છે. જેમાં ઘણા લોકો ભોગ બનતા હોય છે. અને અવારનવાર ઠગાઈની ઘટના બને છે. તેમાં પણ લોકોને સજાગ રહેવું જરૂરી બને છે. કારણ કે આવી ઠગાઈની ઘટના તમારી સાથે પણ ન બને તેનું ધ્યાન રાખવુ. એવામાં આજે આપણે એક એવી જ ઠગાઈની ઘટના વિશે વાત કરીશું.જેમાં એક દાદી ભોગ બન્યા.

આ ઘટના જૂનાગઢના રહેતા એક નિરાધાર વૃદ્ધ દાદી કે તેમનો દીકરો કોરોના કાળ દરમ્યાન મૃત્યુ પામ્યો હતો અને તેની સાથે ઘટી. તેના મૃત્યુ પહેલા લોનના કાગળ ઉપર કોરા ચેક ઉપર સહી કરાવી લીધી હતી કારણ કે પૈસા ની ખૂબ જ જરૂર હતી. અને તેના દીકરા એ લોન કરાવી હતી. તે દરમિયાન જે તે કર્મચારીઓ સાથે તેના સારા સંબંધ હશે.

તેથી તેની પાસેથી ફોસલાવીને નરેશ નાગદેવ નામના વ્યક્તિએ ચેક લઈ લીધા હતા. આ નરેશને પૈસાની ખુબ જરૂર હોવાથી તેના સંબંધ ના મોઢે તેણે કોરા ચેક પર પણ સહી કરી હતી. ત્યારે આ નરેશભાઈ ના વૃધ્ધ દાદી અને તેમની દીકરીની હાજરીમાં મૃતક દીકરાએ ચેક આપ્યા હતા.

અને વાત કરીએ તો તેમના ખાતામાં માંથી ચેક મારફતે 2.60 લાખ જેટલી રકમ ઉપાડી લેવામાં આવી હતી. અને તેના વૃદ્ધ દાદી ને દીકરાના કોરોનામાં મૃત્યુ બાદ દાદીએ તેમની જરૂરિયાત માટે આ નરેશ નાગદેવ નામના વ્યક્તિ પાસેથી અનેક વાર પૈસાની માંગણી કરી હતી. પરંતુ પૈસા ન આપવાની નરેશ નાગદેવ ધમકી આપતો હતો.

તેથી વૃદ્ધ દાદીની દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આવી રીતે છેતરપિંડી આપણે સાથે પણ ન થાય એ માટે સતત સજાગ રહેવું જોઈએ. આવી ઠગાઈ ભરી ઘટના સામે પોલીસે તપાસ નો દોર શરૂ કર્યો છે. અને હાલ આપણે જાણીએ છીએ કે ઓનલાઇનના માધ્યમથી આવા ઘણા છેતરપિંડીના કિસ્સાઓમાં સામે આવતા હોય છે કે જેમાં અમુક એવા લોકો દ્વારા ફોસલાવીને પૈસા કઢાવી લેતા હોય છે.

અને એવું જ આ ઘટનામાં વૃદ્ધ દાદી એકલા હોવાથી નરેશ નામના યુવકે પૈસા ની જગ્યાએ ધમકી આપી હતી. આ આરોપીને પોલીસ શોધી રહી છે, અને આપણે પણ આવી ઘટનાને લઇને સજાગ અને સર્તક રહેવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*