“જુઓ રબ ને બનાદી જોડી ના બદલે, ફેસબૂક ને બનાદી જોડી” સોશિયલ મીડિયાના માધ્યમથી ગીરના યુવક સાથે પ્રભુતામાં પગલા પાડવા વિદેશી સાત સમંદર પાર ભારત આવી પહોંચી ઇન્ડિયા, કે હાલના સમયમાં આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા થકી રોજ ફ્રોડ, છેતરપિંડીના કિસ્સાઓમાં સામે આવતા હોય છે. ત્યારે આજે આપણને એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.
જેમાં ફેસબુક થકી એકબીજાના પ્રેમમાં પડેલા તાલાલા ગીર પંથકના યુવક અમેરિકાની યુવતી સાથે ફ્રેન્ડશીપ કરી અને આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. વિધિના લેખ પણ બદલી શકતી નથી, ત્યારે વિધિના લેખ કોઈ બદલી શકતું નથી, એવામાં ભગવાને ભાગ્યમાં લખેલો જીવન સાથી ગમે ત્યાંથી મળી જ જાય છે. ત્યારે આ કહેવતને સાબિત કરાવતા આ યુવક અને યુવતી કે તેઓ ફેસબુક થકી એકબીજાને કોન્ટેક્ટ આવ્યા હતા.
યુવક વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો જેનું નામ બલદેવ આહીર છે. જેવો બીએસસી અને ત્યારબાદ લંડન જઈને એમબીએનો અભ્યાસ કર્યો છે. ત્યારે તેઓ 2014માં લંડન પરત પોતાના દેશમાં આવીને જોબ કન્સલ્ટનસીનો વ્યવસાય કરે છે. ત્યારે વાત કરીએ તો 2019 ની સાલમાં તેમણે એક facebook સાઇટ પર જ દરમિયાન અમેરિકામાં રહેતી એલિઝાબેથ નામની યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.
અને થોડા દિવસ બાદએ રિક્વેસ્ટ એલિઝાબેથે ઍક્સેપ્ટ કરતાં તેમણે મેસેજ કરવાનું પસંદ કર્યું હતું. જેનો રીપ્લાય આપતા તેઓ વચ્ચે ધીમે ધીમે વાતચીતનો દોર શરૂ થયો. અને એકબીજાને whatsapp નંબર પણ આપ્યો હતો. એલિઝાબેથે સામેથી અચાનક એક દિવસ વોટ્સએપમાં વીડિયો કોલ કર્યો હોવાથી એ યુવક આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો.
અને અંતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા ત્યારે આ બલદેવ નામના યુવકની રહેણી કરણી, કલ્ચર સહિતની બધી જ બાબતો એલિઝાબેથે જાણી અને સમયની માંગણી કરી. વધુમાં અમે તમને જણાવી દઈએ કે બલદેવ એ પોતાના પરિવારજનોને આ વિશે વાત કરી ત્યારબાદ એલિઝાબેથે પણ તેના ભાઈ અને બહેન સાથે પણ બલદેવ ને લગતી વાતચીત કરી હતી.
ત્યારે બંનેના પરિવારજનો સમર્થ થઈ ને લગ્ન કરાવવાનો નક્કી કર્યું અને એ પણ હિંદુ સંસ્કૃતિ મુજબ વિધિ-વિધાનથી લગ્ન કર્યા. ખરા અર્થમાં કહીએ તો મિત્રતા પ્રેમ સુધી પહોંચશે ત્યાંથી દાંપત્યજીવન સુધી પહોંચી ત્યાંથી દાંપત્યજીવન સુધી પહોંચાડવામાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે. આ અંગે બલદેવ એ તેની માતાને પણ એલિઝાબેથ વિશે વાત કરી હતી.
ત્યારે તેની માતા પણ ખુશ થઈ ગઈ. એલિઝાબેથમાં પરિવાર માટે ભાવનાની લાગણી અપરંપાર છે. જેની બલદેવની માતાને અનુભૂતિ થઈ છે. હાલ તો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં આ પ્રેમલગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બલદેવ એ ફેસબુકના માધ્યમથી શરૂ થયેલી મિત્રતા પ્રેમ અને છેલ્લે દાંપત્યજીવન સુધી પહોંચાડી છે. લોકો કહી રહ્યા છે કે, ફેસબૂક ને બનાદી જોડી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment