8 વર્ષના દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી : ગાંધીનગરમાં બાઈક સ્લીપ થઈ જતા પતિ-પત્નીનું કરૂણ મૃત્યુ – પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયું…

Published on: 4:00 pm, Mon, 25 April 22

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ગાંધીનગર માં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પતિ-પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના રાંદેસણ બસ સ્ટેશન નજીક બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં બાઇક પર સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતના કારણે આઠ વર્ષમાં દીકરો માતા-પિતા વગર નો થઈ ગયો છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદના કોટેશ્વર શ્વેદ પરિષદ સોસાયટીમાં રહેતા ભૌમિક ભાઈ જીતુભાઈ પટેલ પોતાની પત્ની મિતલબેન અને દીકરા નિત્યને લઈને સાળાના ઘરે ગયા હતા.

ત્યારબાદ ભૌતિકભાઈ પોતાની પત્ની અને દીકરા અને સાળાના પરિવાર સાથે રાત્રે ગાંધીનગરમાં રીક્ષા શક્તિ સર્કલ પાસે આવેલી ગુજરાતી કી હોટલમાં જમવા ગયા હતા. જમીને તેઓ અમદાવાદ જવા માટે રવાના થયા હતા. આ દરમિયાન ભૌમિકભાઈનો દીકરો નિત્ય તેની મામાની ગાડીમાં બેઠો હતો.

ભૌમિકભાઈ અને તેમની પત્ની સ્કુટી પર અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાંદેસણ બસ સ્ટેશન નજીક બાઈકની સામે કોઈ જાનવર આવી જતા ભૌમિકભાઈ સ્કુટી પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સ્કુટી સ્લીપ ખાઇ ગઇ હતી. આ ઘટનામાં ભૌમિકભાઈ અને તેમની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભૌમિકભાઈ અને તેમની પત્નીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "8 વર્ષના દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી : ગાંધીનગરમાં બાઈક સ્લીપ થઈ જતા પતિ-પત્નીનું કરૂણ મૃત્યુ – પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*