હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક જ સાથે માતા અને દીકરાનો કરુણ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો, પુણેથી ઉજ્જૈન જતી અશોક ટ્રાવેલ્સ એસી બસમાંથી ઊતરેલા માતા-પિતાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર માતા અને દીકરો બસમાં મુસાફરી કરી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં માતાએ બસના ડ્રાઇવર અને કંડકટરને ગૂંગળામણની ફરિયાદ કરી હતી. મળતી માહિતી મુજબ બસને એસીમાંથી ગેસની ખૂબ જ દુર્ગંધ આવતી હતી. બસના કંડક્ટરે એસીમાંથી આવતી ગેસની દુર્ગંધ ન આપ્યું. ધીમે ધીમે બસમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું થવાના કારણે સીટ પાસે લગાવવામાં આવેલ અગ્નિશામક ઉપકરણો માંથી ગેસ લીકેજ થવા લાગ્યો અને તેના કારણે માતા અને દીકરાની તબિયત લથડવા લાગી હતી.
મળતી માહિતી અનુસાર ઇન્દોર પહોંચે તે પહેલા તો માતા અને દીકરાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેથી બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારજનોએ બસ કંડક્ટર અને ડ્રાઇવર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ રાત્રે 38 વર્ષીય દિપીકાબેન અને તેમનો 11 વર્ષીય દીકરો આદિત્યરાજ અશોક ટ્રાવેલર્સ એસી બસમાં બેસીને પુણેથી ઉજ્જૈન જવા માટે નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન દિપીકાબેને રસ્તામાં ગુંગળામણની ફરિયાદ કરી હતી.
ત્યારે બસના ડ્રાઈવરે અને કંડકટરએ આ વાત પર ધ્યાન આપ્યું નહીં. ત્યારબાદ એક જગ્યા પર બસ ઊભી રહી ત્યારે માતા દીપિકા અને પુત્ર આદિત્ય રાજ જમવા જાય છે. જમ્યા બાદ તે બસમાં બેસી જાય છે. ત્યારે ચાલુ બસે દિપીકાબેને ઉલટી થવા લાગે છે.
ત્યારે બસના ડ્રાઈવરે અને કન્ડક્ટરે દિપીકાબેન સાથે અમાનવીય વર્તન કર્યું હતું. બસ ઇન્દોર પહોંચી ત્યારે માતા અને દીકરાની તબિયત ખૂબ જ લથડી ગઇ હતી. ત્યારે માતા અને દીકરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિપીકાબેન અને તેમના પુત્ર આદિત્ય રાજનું કરૂણ મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment