દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી : નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા વ્યક્તિને રસ્તામાં નડ્યો અકસ્માત, સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ…

Published on: 2:47 pm, Wed, 20 April 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓની વાત કરીએ તો છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ઘણી અકસ્માતની ઘટનાઓમાં એક જ ભણવા હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઇ જતી હોય છે. ત્યારે હાલમાં બનેલા એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં નેવરી ગામ ધેલા લાલ ફળિયાના રહેવાસી રાજેશભાઈ જેરામભાઈ પટેલનું કરૃણ મૃત્યુ થયું છે. રાજેશભાઈ છેલ્લા 20 વર્ષથી પારડી નગરપાલિકામાં ડ્રાઇવરની નોકરી કરે છે. સોમવારના રોજ રાજેશભાઈ પોતાની નોકરી પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા.

ત્યારે રાજેશભાઈ ઘરની નજીક નવરી ગામે સાઈ મંદિર આગળ રિક્ષામાંથી ઉતરે છે. ત્યારે પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા બાઇક ચાલકે રાજેશભાઈને જબરદસ્ત ટક્કર લગાવી હતી. રાજેશભાઈને ટક્કર લગાવ્યા બાદ બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે અવાજ સાંભળીને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા રાજેશભાઈને 108ની મદદથી પારડી મોહન દયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં મંગળવારના રોજ સવારે સારવાર દરમિયાન રાજેશભાઈ નું કરૂણ મૃત્યુ થયું હતું. રાજેશભાઈનું મૃત્યુ થતાં પાલિકાના લોકો અને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે ફરિયાદ નોંધીને અજાણ્યા બાઇક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ રાજેશભાઈ એક ગરીબ પરિવારમાંથી આવતા હતા. રાજેશભાઈ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા તેમનું મૃત્યુ થતાં પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો હતો. રાજેશભાઈના મૃત્યુના કારણે દીકરીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી : નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા વ્યક્તિને રસ્તામાં નડ્યો અકસ્માત, સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*