હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં હનુમાનજી મંદિરને ટેકરી પરથી નીચે પડતા બે બાળકોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર બાળકો હનુમાનજી મંદિરથી પરત ફરતી વખતે ત્રણ સવારી સાયકલમાં હતા. આ દરમિયાન બાળકો અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં બે બાળકોના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત થયેલા બાળકને જયપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતની ઘટના ઝુંઝુનુના ખેત્રીનગરના જસરાપુર ટેકરી પર શનિવારના રોજ લગભગ સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી.
મળતી માહિતી મુજબ હનુમાન જયંતીના દિવસે ત્રણ બાળકો એક જ સાયકલમા સવાર થઈને ઝુંઝુનુ રોડ પર ખેતરી નગરથી લગભગ 18 કિલોમીટર દુર હનુમાનજીના મંદિરે ગયા હતા. હનુમાનજી મંદિરે દર્શન કરીને સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ બાળકો ટેકરી પરથી નીચે ઊતરી રહ્યા હતા.
આ દરમિયાન ઢાળમાં સાયકલની સ્પીડ વધી ગયા કારણોસર સાયકલ બેકાબુ બનીને તેથી નીચે ઉતરી ગઈ હતી. જેના કારણે આ ઘટનામાં સાઈકલ પર સવાર ત્રણ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ ત્રણેય બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં સારવાર દરમિયાન બે બાળકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ ઘટનામાં 12 વર્ષીય નવીન અને 14 વર્ષીય અંકિતનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે 13 વર્ષીય દેવેન્દ્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો હાલમાં તેની સારવાર જયપુર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવેલી સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલો નવી ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. જ્યારે મૃત્યુ પામેલો અંકિત ધોરણ 7માં અભ્યાસ કરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment