સરહદ પર તૈનાત જવાનો હંમેશા દેશની સેવા માટે તત્પર રહેતા હોય છે. તેઓ એકવાર પણ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કરતા નથી. આ આર્મી જવાનોનો જુસ્સો જોઈને યુવકોમાં પણ દેશભક્તિ નો ઉત્સાહ જાગે છે. આજે આપણે આવા જ એક યુવકની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના વતન પરત ફર્યો છે.
આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા તેનું જોર જોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા આ પુત્રનું નામ છે યશ. તમને જણાવી દઈએ કે માકડિયા પરિવારનો એકનો એક પુત્ર એવા યશએ હિમાચલ પ્રદેશમાં પોતાની આર્મીની ટ્રેનિંગ પૂરી કરી છે.
આ ટ્રેનિંગ પૂરી કર્યા બાદ જ્યારે તે વતન ફર્યો ત્યારે ડીજેના તાલે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના સમયમાં હરકોઈ આર્મીમાં જોડાવા માંગતું નથી. પરંતુ ઉપલેટામાં રહેતા મહેશભાઈ માકડીયા ના એકના એક પુત્ર એ આર્મીમાં જોડાવાનો સંકલ્પ લઈને સમગ્ર પરિવારને ગૌરવવાન કર્યા છે.
દેશભક્તિથી પ્રેરાઈને યશ માકડીયા એ આર્મી માં જવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ આર્મીમાં પસંદગી થતા ટ્રેનિંગ માટે તેને હિમાચલ પ્રદેશના મિલિટરી કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો.યશની ટ્રેનિંગ પૂર્ણ થતા તે પોતાના વતન પરત ફર્યો છે, ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂલહાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
યશે તેના પિતા મહેશભાઈ ને આર્મીની કે પહેરાવતા ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અને સૌ કોઈની આંખો માં આંસુ આવી ગયા હતા.પોતાના વતન પરત આવતા સૌ પ્રથમ યશે રામજી મંદિરે પૂજા કરી હતી. ત્યારબાદ નવાપુરા યુવક મંડળ દ્વારા ફૂલહાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ભાવુક બન્યા હતા. અને ડીજેના તાલે ફટાકડા ફોડી ભારત માતાકી જયના નારા લગાવવામાં આવ્યા હતા. આર્મીમાં જોડાવું કોઇ સરળ વાત નથી. ત્યારે યશે પોતાની ટ્રેનિંગ પૂરી કરતા સૌ કોઈ ગૌરવ અનુભવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment