વડોદરામાં કચરાનો ટેમ્પો રિવર્સ લેતી વખતે 5 વર્ષનો માસૂમ બાળક ટેમ્પાની અડફેટેમાં આવી ગયું – બાળકનું કરૂણ મૃત્યુ…

વડોદરામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કચરાનો ઓવરલોડ ટેમ્પો રિવર્સ લેવા દરમિયાન 5 વર્ષનો માસૂમ બાળક ટેમ્પાની અડફેટેમાં આવી ગયો હતો.

આ કારણોસર તેનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં જે.પી.રોડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આરોપી ટેમ્પોના ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાંદલજા વિસ્તારમાં દેસાઈ ફાર્મ ની સામે આવેલી સમિમ પાર્ક સોસાયટીમાં ગઈ કાલે સવારે 11.15 વાગ્યાની આસપાસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોન્ટ્રાક્ટનો કચરાનો ટેમ્પો સોસાયટીમાં કચરો લેવા આવ્યો હતો.

આ દરમિયાન ટેમ્પાના ચાલકે પુરપાટ ઝડપે સોસાયટીમાં ટેમ્પો રિવર્સ લીધો હતો. જેના કારણે ઘરના ઘરની બહાર રમી રહેલું 5 વર્ષના માસૂમ બાળકને ટેમ્પાની અડફેટેમાં આવી ગયો હતો. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટના બન્યા બાદ 5 વર્ષના માસૂમ બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે માસુમ બાળકને મૃત જાહેર કર્યો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ રહ્યા હતા.

ડ્રાઈવરને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કચરાનો ટેમ્પો જપ્ત કરીને ટેમ્પા ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ટેમ્પો ઓવરલોડ હતો. આ સમગ્ર ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ કચરાના ટેમ્પાની સાઈડમાં કચરાના કોથળા લટકતા હતા. આ કારણોસર ટેમ્પો રિવર્સ લેતી વખતે ટેમ્પાચાલક ની પાછળ કોણ ઊભું છે તે દેખાયું નહીં. અને ઓવરલોડ ટેમ્પાના કારણે પાંચ વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*