હાઈવે પર કારમાં જઈ રહેલા 3 યુવાનોને રસ્તામાં નડ્યો અકસ્માત, એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 10:05 am, Fri, 15 April 22

આજકાલ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણી અકસ્માતની ઘટનામાં ઘણા હસતા ખેલતા પરિવારો વિખેરાઈ ગયા હશે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના હરિયાણાના જ્યાં રાષ્ટ્રીય રાજમાર્ગમાં આવેલ ગામ ગેંડાવાસ અને લીલસ વચ્ચે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાઈ છે.

અકસ્માતની ઘટનાની જાણ પરિવારજનોને તથા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર ત્રણ યુવાનો કારમાં હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા.મળતી માહિતી અનુસાર હાઇવે પર ઓવરટેક કરતી વખતે તેની કારની ટક્કર લાગે છે. આ અકસ્માતની ઘટનામાં હાઇવે પર કાર પલટી ખાઈ જાય છે.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ત્રણેય યુવકોના કરૂણ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોમાંથી એક યુવાન એક બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો બુદ્ધશૈલી ગામના નિવાસી હતા.

આ અકસ્માતની ઘટનામાં મનજીત, તેના કાકાનો દીકરો હિતેશ અને મનજીતનો મિત્ર સન્ની કુમારનું કરૂણ મૃત્યુ થયું છે. ઘટના બની ત્યારે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ઓવરટેક કરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત તેણે યુવાનોના મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે. ત્રણેય યુવાનોના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હાઈવે પર કારમાં જઈ રહેલા 3 યુવાનોને રસ્તામાં નડ્યો અકસ્માત, એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*