હાલમાં બનેલી કોઈ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર નગરના મોહલ્લા બાયપાસમાં એક પરિણીત મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. મહિલાનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મહિલાનું મૃત્યુ થતાં સૌથી વધારે દુઃખ તેના પતિને લાગ્યું હતું. પત્નીનું મૃત્યુ પતિ સહન કરી શક્યો નહીં.
આ કારણોસર પત્નીના અંતિમ સંસ્કાર વખતે પતિ સળગતી ચિંતામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ઘટનાસ્થળે હાજર લોકોએ પતિ ને બચાવી લીધો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પતિનો દુઃખ જોઈને હાજર સૌની આંખોમાં આંસુ આવી ગયા હતા. 23 વર્ષીય ઉમા નામની યુવતીના લગ્ન જેતપુર શહેરના રહેવાસી બ્રિજેશ સાથે 2016માં કર્યા હતા. સાસરિયાઓ ઉમા પાસેથી દહેજની માંગણી કરતા હતા અને ઉમા સાથે માથાકૂટ કરતા હતા.
ત્યારે ગુરૂવારના રોજ રાત્રે ઉમાનું મૃતદેહ મળી આવ્યું હતું. ઉમાના ગળામાં દુપટ્ટા બાંધેલો હતો. તેથી પોલીસે આ ઘટનાની શંકાસ્પદ માની હતી. ઉમાની માતાએ જણાવ્યું કે, એક અઠવાડિયા પહેલા પૈસાની માંગણીને લઈને મારી પુત્રી પર પ્રહાર કરવામાં આવ્યા હતા.
તેથી અમે અમારા જમાઈને ઘરે બોલાવ્યા હતા અને 70 હજાર રૂપિયા ભેગા કરીને જમાઈને આપ્યા હતા. ઉમાના મૃત્યુના કારણે ત્રણ વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોએ, બ્રિજેશના પરિવારજનો પર ઉમાનો જીવ લઈ લેવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત હોસ્પિટલમાં બ્રિજેશની સારવાર ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment