માતાની સાડીએ 9 વર્ષની દીકરીનો જીવ લીધો, જાણો એવું તો શું થયું હશે કે સાડીના કારણે દીકરીનું મૃત્યુ થયું…

Published on: 5:37 pm, Mon, 11 April 22

તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં માતા-પિતાની આંખો ની સામે બાળકનું મૃત્યુ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. આ દુઃખદ ઘટના ઈન્દોરમાં બની હતી. અહીં માતાની આંચલમાં રહેલી નવ વર્ષની દીકરીનું કરૂણ મૃત્યુ થયું છે.

દીકરીનું મૃત્યુ થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર નવ વર્ષની દીકરીનું ગળું દબાવી જવાના કારણે તેનું કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો પંચમૂર્તિ નગરમાં રહેતા શિશુપાલ ચૌધરીની નવ વર્ષની દીકરી બપોરના સમયે ઘરમાં રમતી હતી.

આ દરમિયાન ઘરમાં દીકરી માતા અને તેનો ભાઈ હાજર હતો. ત્યારે નવ વર્ષની દીકરી પોતાની માતાની સાડીનો ઝૂલો બનાવે છે. ઝુલો બનાવીને દીકરી ઝૂલામાં બેસીને હિચકા ખાવા લાગે છે. આ દરમિયાન દીકરીની ગરદન અચાનક ઝુલામાં ફસાઈ જાય છે. ગરદન ઝુલામાં ફસાઈ જવાના કારણે નવ વર્ષની દીકરી શ્વાસ લઈ શકતી નથી.

થોડીકવાર પછી માતા ત્યાં આવે છે. ત્યારે દીકરીને આ હાલતમાં જોઇને માતા જોરજોરથી રડવા લાગે છે. ત્યાર બાદ આસપાસના લોકો ત્યાં પહોંચી આવે છે. બધા ભેગા થઈને નવ વર્ષની દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ ત્યાં હાજર ડોક્ટર તેને મૃત જાહેર કરે છે. મૃત્યુ પામેલી દીકરીના પિતા શાકભાજીનો ધંધો કરે છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી તે સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ કરી હતી. ખાસ કરીને માતા-પિતાને પોતાના બાળકોને ખુબ જ ધ્યાન રાખવુ જોઇએ કારણ કે એક ભૂલના કારણે આપણા બાળકો આપણાથી છીનવાઈ જતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતાની સાડીએ 9 વર્ષની દીકરીનો જીવ લીધો, જાણો એવું તો શું થયું હશે કે સાડીના કારણે દીકરીનું મૃત્યુ થયું…"

Leave a comment

Your email address will not be published.


*