છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. અત્યાર સુધીમાં આ અકસ્માતની ઘટનામાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં દિલ્હીમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતની ઘટનામાં 5 વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટના દિલ્હીના છાવલા વિસ્તારમાં બની છે. મળતી માહિતી મુજબ એક દાદા તેના 5 વર્ષના પૌત્રની સ્કુટી પર ક્રિકેટ એકેડેમીમાં મુકવામાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની સ્કુટી અને એક બાઇક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં 5 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે અકસ્માતમાં દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે આસપાસના લોકોએ હોસ્પિટલ ખસેડયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાઇક ચાલકની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર 58 વર્ષે પ્રેમ પ્રકાશ પોતાના પાંચ વર્ષીય પૌત્ર વિદિતને ક્રિકેટ એકેડેમી મુકવા માટે સ્કુટી પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક બાઇક ચાલક સ્કુટરને ઓવરટેક કરીને સ્કુટી સાથે જાણીજોઈને પોતાની બાઇકને ચક્કર લગાવે છે. આ ઘટનામાં પાંચ વર્ષના વિદિતનું કરૂણ મૃત્યુ થાય છે. જ્યારે દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે બેજવાબદારી રીતે ગાડી ચલાવવા અને મૃત્યુના ગુનામાં ચાલક સામે ફરિયાદ નોંધે છે. પોલીસોની હજુ એવા પુરાવા હાથ નથી લાગ્યા જેથી સાબિત થાય કે બાઈકચાલકે જાણીજોઈને અકસ્માત કર્યો હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment