એક સાથે દાદી અને પૌત્રીની અર્થી ઉઠી : શાળાએ દાદી અને પૌત્રી રીઝલ્ટ લેવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમની સાથે થયું એવું કે…

આજકાલ ઘણા એવા કિસ્સાઓ બને છે. જેમાં એક જ ક્ષણમાં હસતા-ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે. ત્યારે હાલમાં બનેલો તેઓ જે કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક દાદી અને પૌત્રી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનવાના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના ઈન્દોરમાં બની હતી. ઈન્દોરના બીજલપુરમાં રહેતી દાદી અને પૌત્રીનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર દાદી શારદા બાઈ પોતાની પૌત્રી સાથે આલ્પાઈન સ્કૂલમાં જતા હતા. મળતી માહિતી અનુસાર દાદી અને પૌત્રી રાજેન્દ્ર નગર રેલવે બ્રિજ પરના પાટા પાસે ચાલીને જતા હતા.

ત્યારે પાછળથી આવી રહેલી ટ્રેનોને દાદી અને પૌત્રીને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલી દીકરીના પિતા દૂધનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

જ્યારે આ ઘટના બની ત્યારે દાદી પોતાની પૌત્રી સાથે શાળાએ તેનું પરિણામ લેવા જતા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. આ જગ્યાએ અગાઉ પણ ઘણી વખત અકસ્માત બન્યા છે. મળતી માહિતી અનુસાર દાદી અને પૌત્રી પાટા પાસે ચાલી રહ્યા હતા.

ત્યારે પાછળથી આવતી ટ્રેનની તેમને ખબર જ ન પડી અને બંને ટ્રેનની અડફેટેમાં આવી ગયા હતા. બંનેનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આખું પરિવાર ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યું હતું. એક જ દિવસે એક સાથે દાદી અને પૌત્રીની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*