આપણે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં હસતાં ખેલતા પરિવારની ખુશી એક જ ક્ષણમાં શોકમાં ફેરવાઈ જતી હોય છે. આ દુઃખદાયક ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પરિવારની બે માસૂમ દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દીકરીઓના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર ઈન્દોરમાં રાજેન્દ્રનગરના ન્યુ પ્રકાશ નગરની ઝુપડપટ્ટીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી ઉઠી હતી. આ આગ લાગવાની ઘટનામાં બે માસૂમ દીકરીઓનું કરૂણ મૃત્યુ થયું છે.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બંને દીકરીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બંને દીકરીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પરંતુ ત્યાં બંને દીકરીઓને મૃત જાહેર કરી હતી. મૃત્યુ પામેલી છોકરીઓમાં એકનું નામ મુક્કુ અને બીજીનું નામ નંદુ હતું. આ સમગ્ર ઘટના સોમવારના રોજ મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી. બાળકોની માતાનું નામ મમતા અને પિતાનું નામ શું છે. સોમવારના રોજ રાત્રે પરિવાર જમીને સુઈ ગયો હતો.
ત્યારે અચાનક શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગે ઉઠી હતી. આ ઘટનામાં બન્ને દીકરીઓના કરૂણ મૃત્યુ થયા છે. ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આજે આ પરિવાર દીકરી વગર નો થઈ ગયો છે. અને દીકરીને યાદ કરીને આખો પરિવાર ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment