મિત્રો આના માટે હિંમત જોઈએ : ભાઈ-બહેનની બોર્ડની પરીક્ષા દરમિયાન પિતાનું મૃત્યુ, ભાઈએ હિંમત રાખીને બોર્ડની પરીક્ષા આપીને પિતાના અંતિમ સંસ્કાર કર્યા…

પાટણ જિલ્લામાં બનેલી કોઈ દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. પાટણ શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા અમરદીપ સોસાયટીમાં રહેતા અને વડોદરા ખાતે જિંદાલ કંપનીમાં ફરજ નીતિનભાઈ જયંતીભાઈ પ્રજાપતિનું કરૂણ મૃત્યુ થયું છે. નીતિનભાઈને એક પુત્ર અને એક પુત્રી છે.

નીતિનભાઈની પુત્રી મહેક ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. જ્યારે દીકરો વેદ ધોરણ-10માં અભ્યાસ કરે છે. હાલમાં ભાઈ-બહેનની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. નીતિનભાઈ પોતાની દિકરી અને દીકરાને અભ્યાસમાં ખૂબ જ સાથ આપતા હતા.

નીતિનભાઈ પોતાના દીકરા અને દીકરીને ડોક્ટર બનાવવા માંગતા હતા. મળતી માહિતી મુજબ રવિવારના રોજ નીતિનભાઈ અને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તેથી તેમને સારવાર માટે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

સોમવારના રોજ વહેલી સવારે તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ દીકરા અને દીકરીને બોર્ડની પરીક્ષાનું પેપર હતું. પરિવારજનોએ દીકરા અને દીકરીને હિંમત આપીને પરીક્ષા દેવા માટે મોકલ્યા હતા. દીકરાએ મન મક્કમ રાખીને બોર્ડની પરીક્ષા આપી હતી.

પરીક્ષા આપીને વેદે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. મૃત્યુ પામેલા નીતિનભાઈની ઈચ્છા હતી કે, તેમનો દીકરો અને દીકરી ડોક્ટર બને. પરંતુ દીકરો અને દીકરી પોતાના પિતાનું સપનું પૂરું કરે તે પહેલા તો નીતિનભાઈ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.

બંને ભાઈ-બહેન બોર્ડની પરીક્ષા સાથે જિંદગીની પરીક્ષા આપી રહ્યા છે. બંને ભાઈ-બહેનને વાસ્તવિકતા સ્વીકારીને પોતાના પિતાનું સપનું પૂરું કરવા માટે હિંમત હાર્યા વગર અને મન મક્કમ કરીને બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*