લીંબુના ભાવે ભુક્કા કાઢી નાખ્યા : 1 કિલો લીંબુના ભાવ જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે…

Published on: 2:00 pm, Wed, 6 April 22

હાલ તમે રોજેરોજ મોંઘવારી વધી રહી છે એવા સમાચાર સાંભળતા હશો. ખાસ કરીને વાત કરીએ તો જીવનજરૂરી વસ્તુઓ મા ભાવ વધારો થતો જોવા મળ્યો છે, ત્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો થતો દેખાય રહ્યો છે.ત્યારે વાત કરીએ તો શિયાળાની સિઝનમાં શાકભાજી નથી થયા તો ઉનાળામાં તો આશા કેમ રાખીશું.

ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આપણા સ્વાસ્થ્ય માટે લીંબુ પાણી સારું ગણાય છે. લીંબુ ની વાત કરીએ તો હાલ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે એક બાજુ હાલ બજારમાં લીંબુ માંગ વધી રહી છે તો બીજી બાજુ તેના ભાવમાં પણ વધારો દેખાઈ રહ્યો છે.

અને હોલસેલ ભાવો માં પણ વધારો થતો જૉવા મળ્યો છે. ત્યારે વાત કરીશું તો ઉનાળાની શરૂઆતથી જ લીંબુના ભાવ વધી રહ્યા છે, ત્યારે મંગળવારના રોજ અમદાવાદ જમાલપુર માર્કેટમાં હોલસેલમાં લીંબુના એક કિલોના ભાવ 230 રૂપિયા છે વિચાર કરો મોંઘવારી ક્યાં પહોંચી.

ત્યારે વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે હાલ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી લીંબુમાં આવક ઓછી થાય છે, ત્યારબાદ મહેસાણા તરફથી આવતા લીંબુની આવક પણ ઓછી થતી જોવા મળે છે. સાઉથ ભોપલની માર્કેટમાં એક કિલો લીંબુ ના ભાવ 360 રૂપિયા છે.

એ તો એકબાજુ લીંબુ અને આવક પણ ઓછી થતી દેખાઈ રહી છે. લીંબુ નું વેચાણ કરનાર ને નુકસાન પહોંચાડશે અને આવક પણ ઓછી થશે આજે તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારો થતો જોવા મળ્યો છે ત્યારે બીજી વાત કરીએ તો પેટ્રોલ-ડીઝલના ભાવ પણ રોજેરોજ વધી રહ્યા છે તેના લીધે ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ રહ્યું છે.

આવી જ રીતે જો લીંબુના ભાવમાં વધારો થતો રહેશે તો આવક ઓછી દેખાશે અને મોંઘવારી વધારો થતો દેખાશે. જો આ રીતે દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ વધતા રહ્યા તો સામાન્ય જનતાને પોતાનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડી જશે. અને હજુ પણ આગામી સમયમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લીંબુના ભાવે ભુક્કા કાઢી નાખ્યા : 1 કિલો લીંબુના ભાવ જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*