સુરતના વેસુ વિસ્તારમાં મિત્રના હાથે મિત્રનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો એવું તો શું થયું હશે બંને વચ્ચે…

સુરતના વેસુ વિસ્તારમાં બનેલી જીવ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસ માં એક યુવકનો ભોગ લઇ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા અફડા તફડી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બે યુવકો વચ્ચે સૌપ્રથમ હસી-મજાક ચાલી રહી હતી અને હસી-મજાક જોતજોતામાં તો માથાકૂટમાં ફેરવાઇ ગઇ હતી.

બંને વચ્ચે થોડીક વારમાં તો ઉગ્ર માથાકૂટ થઇ ગઇ હતી. બંને યુવકો મિત્ર હતા. એક યુવકે ધારદાર વસ્તુ કાઢીને પોતાના મિત્ર નો જીવ લઈ લીધો. યુવકના મૃત્યુના કારણે છ મહિનાની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઘટનાને લઇને ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગઈકાલે નવ વાગ્યાની આસપાસ વેસુ એસએમસી આવાસમાં દિપુ રાઠોડ નામનો યુવક તેના ભાઈ સાથે બેઠો હતો. ત્યારે દિપુનો મિત્ર આકાશ ત્યાં બેસવા આવે છે. દિપુ અને આકાશ વચ્ચે હસી-મજાક ચાલતી હોય છે.

આ દરમિયાન કોઇ વાતને લઇને બંને વચ્ચે માથાકૂટ થઇ જાય છે. આ ઘટનામાં આકાશ નામના યુવકે દિપુ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યો હતો. આ ઘટનામાં દીપુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં આકાશ પણ ઈજાગ્રસ્ત થયો હતો.

ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના ભાઈએ જણાવ્યું કે, બંને મિત્રો અને બંને સાથે બેસીને ખાધું પીધું હતું. પરંતુ અચાનક જ બંને વચ્ચે કોઇ વાતને લઇને માથાકૂટ થઇ ગઇ હતી. મારા ભાઈને છ મહિનાની દીકરી છે. મોબાઈલ પરોઠા ની લારી પર કામ કરતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*