નાની ઉંમરે બાળકોનો વધતું જતું વજન મજાકમાં નહીં લેતા, વજન વધવાના કારણે બાળકોના શરીર માં આવી શકે છે આ પ્રોબ્લેમ…

Published on: 3:51 pm, Sat, 2 April 22

વજન વધવો એ આજે સૌ કોઈ માટે સામાન્ય બાબત બની ચૂકી છે. મોટાભાગના લોકો વજન વધારાથી પરેશાન છે અને વજનને કાબુમાં લેવાના અવનવા ઉપાયો પણ અપનાવતા હોય છે. ત્યારે તમને જણાવી દઈએ કે, વજન વધવાનું મૂળ કારણ ‘obesity’ છે. જ્યારે વાત obesity ની હોય ત્યારે ઘણા વય જૂથની ચર્ચા થાય છે. પરંતુ જો બાળકોના વજનમાં સતત વધારો થતો હોય તો તે ચિંતાનું કારણ બની શકે છે.

જો બાળકોમાં સતત વજનમાં વધારો નોંધાય છે તો માતા-પિતા માટે ચિંતાજનક વિષય કહેવાય. કારણ કે obesity ના કારણે બાળકોનું બ્લડપ્રેશર વધવા લાગે છે. આ ઉપરાંત તે ઘણી બીમારીઓનો ખતરો પણ બની શકે છે. ત્યારે આજે અમે તમને obesity માંથી કઈ રીતે છુટકારો મેળવી શકાય તેની કેટલીક પદ્ધતિઓ વિશે જણાવીશું.

1. નિયમિત પાણી પીવું:-
બાળકોને હંમેશા વધારે પાણી પીવા માટે કહેવું જોઈએ. શરીરમાં પાણીની ઊણપના કારણે પણ ઘણા રોગ થઈ શકે છે. બાળકોને ઓછામાં ઓછા 10 થી 12 ગ્લાસ પાણી પીવા માટે પ્રેરિત કરો. નિયમિત આટલું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ તો રહેશે જ પરંતુ સાથે સાથે વજન પણ નિયંત્રણમાં લાવી શકાશે.

2. નિયમિત પણે કસરત કરવી:-
માતા-પિતાએ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ માં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ. જેમ કે; ડાન્સ ,કરાટે, માર્શલ આર્ટ, વગેરે, આ તમામ એક્ટિવિટી એક પ્રકારની કસરત છે જે શરીરને સક્રિય રાખે છે અને તેના મદદથી બાળક ના કૌશલ્યનો પણ વિકાસ થાય છે.

3. નિયમિત ઊંઘ લેવી:-
નિયમિત રીતે ઊંઘ લેવી ખૂબ આવશ્યક છે. પૂરતી ઉંઘ ન મળવી તે વધારે ભૂખ લાગવાનું કારણ બની શકે છે. અને તે બાળક ઓબેસિટી નો શિકાર બની શકે છે. આજના સમયમાં બાળકો વધારે પડતો સમય ફોન અથવા લેપટોપમાં પસાર કરે છે. જેથી બરાબર ઊંઘ લઈ શકતા નથી અને વજન વધવાનું એક કારણ ઊંઘનો અભાવ પણ હોઈ શકે છે.

બાળકોને બધી જ બાબતોમાં સચેત રાખવા જોઈએ. માતા-પિતાએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે બાળકોની આ જ સામાન્ય બાબતો કોઈ ગંભીર રોગોનું પરિણામ ન બને. બાળકોને હંમેશા તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સલાહ આપતું રહેવું જોઈએ અને પોતે પણ તમામ નાની થી નાની વાતોની કાળજી રાખવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નાની ઉંમરે બાળકોનો વધતું જતું વજન મજાકમાં નહીં લેતા, વજન વધવાના કારણે બાળકોના શરીર માં આવી શકે છે આ પ્રોબ્લેમ…"

Leave a comment

Your email address will not be published.


*