મિત્રો જીવનમાં ભણતર ખૂબ જ જરૂરી છે. ભણતરની કોઇ ઉંમર હોતી નથી તમે કોઈ પણ ઉંમરે અભ્યાસ કરી શકો છો.ગુજરાત રાજ્યમાં ગઈકાલે બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષા શરૂ થતાં જ અલગ-અલગ પ્રેરણાત્મક અને રસપ્રદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
માતા અને પુત્ર એકસાથે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેઓ એક કિસ્સો ધંધુકા માંથી સામે આવ્યો છે. દીકરો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પરીક્ષા આપી રહ્યો છે. અને માતા હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને વિભાગમાં પ્રમોશન માટે ધોરણ 10ની પરીક્ષા આપી રહી છે.
મળતી માહિતી અનુસાર મુળ ધંધુકા ના રહેવાસી એવા રસીલાબેન દુધરેજીયા પોતાના દીકરા રાધેશ્યામ સાથે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. રસીલાબેન ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી રહ્યા હોવાથી તેમનો નંબર અમદાવાદમાં લાગ્યો છે. જ્યારે તેમના દીકરા રાધેશ્યામનો નંબર ધંધુકામાં સ્થાનિક પરીક્ષા કેન્દ્ર પર લાગ્યો છે.
આ કિસ્સો સામે આવતા જ લોકો રસીલાબેનના ખુબ જ વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ હાલમાં ચાલી રહેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 30 વર્ષ ઉપરના કેટલાક ઉમેદવારો પણ નોકરીમાં પ્રાથમિક લાયકાત ધરાવવા માટે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.
રસીલાબેન હોમ ગાર્ડ તરીકે નોકરી કરે છે. પરંતુ આગામી દિવસોમાં તેમનું પ્રમોશન માટે વધુ અભ્યાસ હોવો જરૂરી છે. રસીલાબેન નો દીકરો રાધેશ્યામ ભણવામાં ખૂબ જ હોશિયાર છે.
રસીલાબેન અને તેમના દીકરા પાસેથી ધોરણ 10ની પરીક્ષા આપવાની પ્રેરણા મળી હતી. રસીલાબેન પોતાના દીકરા રાધેશ્યામ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી કરીને આત્મવિશ્વાસ સાથે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદમાં પણ પિતા અને પુત્ર એકસાથે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment