આપણા દેશની રક્ષા માટે આર્મીના જવાનો 24 કલાક ખડેપગે રહીને દેશની સેવા કરતા હોય છે અને પોતાની ફરજ બજાવે છે. ત્યારે આ આર્મી જવાનોના માતા પિતા અને તેમના પર ખુબ જ ગર્વ અનુભવે છે . આર્મી પોતાની ફરજ બજાવી જ્યારે પોતાના ઘરે પરત ફરે છે. ત્યારે તેમના પરિવારને એટલી જ ખુશી હોય છે અને દેશની રક્ષા કરતા જવાનો ઘરે આવતાની સાથે ગામના લોકો પણ તેમને ખુબ જ હર્ષોલ્લાસ થી સ્વાગત કરતા હોય છે.
ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે વિશાલભાઈ જેઓ જાફરાબાદના વતની છે. તેઓ પોતે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને ગામે આવ્યા ત્યાર તેમના ગામના લોકોએ તેમનું ભવ્ય રીતે સ્વાગત કર્યું. પરિવાર વિશે વાત કરીએ તો તેમના પિતા હોમગાર્ડની નોકરી કરતા હતા. ત્યારે ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને વિશાલની માતા કે, જેમનું સપનું હતું કે તમાનો દીકરો આર્મીમાં જોડ્યા.
તેથી આ વિશાલ ભાઈ પોતાની માતા પિતાનું સપનું પૂરું કરવા માટે ખૂબ જ પરિશ્રમ કરે છે આખરે તેમને તેમની મહેનત નો રંગ લાગ્યો અને આર્મીમાં સિલેક્શન થયું આ વાતની જાણ તેમની માતાને થતા માતાની આંખ માંથી ખુશીના આંસુ જોવા મળ્યા અને ગામના લોકોએ પણ વિશાલ ભાઈ ને ખુબ જ સાથ સહકાર આપ્યો હતો અને હાલ તેઓ વિશાલભાઈ પર ગર્વ ની અનુભૂતિ કરી રહ્યા છે.
જ્યારે તેમનું સિલેક્શન થયું તેના 16 થોડા દિવસ બાદ જ પોતાની ટ્રેનિંગ માટે ગયા હતા અને જ્યારે ગામના લોકોને ખબર પડી કે વિશાલભાઈ પોતાની ટ્રેનિંગ પૂરી કરીને વતન પરત આવે છે. ત્યારે ગામના લોકોએ તેમનું ભવ્ય રીતે સ્વાગત કર્યું અને ડીજેના તાલે મન મૂકીને નાચ્યા હતા.
અને સાથે સાથે રેલી પણ કાઢવામાં આવી હતી. આવા માત્ર વિશાલભાઈ જ નહીં પરંતુ દેશમાં અનેક આર્મીએ એવા છે. જે પોતાનું માતા પિતાનું સપનું પૂરું કરવા માટે રાત-દિવસ મહેનત કરે છે અને તેની મહેનત પણ રંગ લાવે છે.
ત્યારે વિશાલભાઈ એ પણ પોતાની માતાનું સપનું પૂરું કર્યું ત્યારે તેમની માતાને જોઈ તો તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા અને ભાવુક થઈને તેમના દીકરા ને આશીર્વાદ આપ્યા તેમના ગામ લોકોએ પણ વિશાલભાઈ નું સન્માન કર્યું અને ખૂબ જ આભાર વ્યક્ત કર્યો આવી જ રીતે દેશમાં અનેક આર્મીઓ દેશની સેવા કરવા માટે તનતોડ મહેનત કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment