દીકરાના લગ્ન યાદગાર બનાવવા માટે પિતાએ દીકરાના લગ્નની બનાવી અનોખી કંકોત્રી – જાણો લગ્ન કંકોત્રી ની અનોખી વિશેષતાઓ…

Published on: 12:47 pm, Mon, 28 March 22

તમે લગ્નમાં ઘણી અલગ અલગ પ્રકારની કંકોત્રીઓ જોઈ હશે. ત્યારે હાલમાં એક પિતાએ પોતાના દીકરાના લગ્ન યાદગાર બનાવવા માટે અનોખી કંકોત્રી બનાવી છે. નેત્રંગના મોહિત અનિલભાઈ પંચાલના લગ્ન સુરતમાં રહેતી નિરાલી સાથે નક્કી કરવામાં આવ્યા છે. લગ્નની કંકોત્રી મોહિતભાઈના પિતા અનિલભાઈ બે મહિના પહેલા જ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

અનિલભાઈ પોતાના દીકરા મોહિતના લગ્ન યાદગાર બનાવવા માટે એક અનોખી કંકોત્રી છપાવી છે. 60 દિવસમાં માત્ર 150 નંગ લગ્નની કંકોત્રી બનાવી હતી. પુત્રના લગ્ન યાદગાર બનાવવા માટે અનિલભાઈ ઘણા સમયથી કાંઈક અલગ અને નવું કરવાની વિચારતા હતા.

ત્યારે અનિલભાઈ પુત્રના લગ્નને યાદગાર બનાવવા માટે અનોખી કંકોત્રી બનાવવાનું નક્કી કર્યું હતું. અનિલભાઈ બામ્બુ વાંસ મંગાવી જાતે કટિંગ કરી ડ્રિલિંગ કરી તેમાં પાલીસ કરી મોબાઇલ સ્ટેન્ડ , એન્ટીક પીસ અને તેની અંદર મોબાઈલ મૂકતાં સ્પીકરનો અવાજ વુફર જેવો આવે છે.

તેવું એન્જિનિયરિંગ દિમાગ વાપરી અનોખી લગ્નની કંકોત્રી બનાવી છે. લગ્નની કંકોત્રી વેલ્વેટમાં છપાવીને કંકોત્રીને રાજા રજવાડાની જેવી કંકોત્રી બનાવી છે. કંકોત્રીની વાત કરીએ તો, કંકોત્રીને પૂઠાના એક ફાઇટમાં ચોકલેટનું આકાર આપીને અલગ જ એન્ટિક કંકોત્રી બનાવી છે.

કંકોત્રીની સાથે તેમને જુના સંતરા અને પીપરમેન્ટ આપી છે.  અનિલભાઈ આ રજવાડી સ્ટાઈલની અનોખી કંકોત્રી બનાવવા માટે એક કંકોત્રીના 450 રૂપિયા ચૂકવ્યા છે. એટલું જ નહીં પરંતુ લગ્નના સ્થળે થરમોકોલ ત્રિકોણ બનાવી હાઇડ્રોલિક ફુગાથી લટકાવી તેમાં પોતાના પુત્ર મોહિત અને પુત્રવધૂ નિરાલીનું નામ હવામાં દેખાય તેમ લગાવ્યું છે.

મોટે ભાગની લગ્ન કંકોત્રી લોકો લગ્ન પુરા થાય એટલે ફેંકી દે છે. પરંતુ અનિલભાઈ આ લગ્ન કંકોત્રી એવી બનાવી છે જે બીજા અન્ય કામમાં પણ આવી શકે છે. હાલમાં અનિલભાઈ બનાવેલી આ અનોખી કંકોત્રી ની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. લોકો તેમના આ આઇડિયાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરાના લગ્ન યાદગાર બનાવવા માટે પિતાએ દીકરાના લગ્નની બનાવી અનોખી કંકોત્રી – જાણો લગ્ન કંકોત્રી ની અનોખી વિશેષતાઓ…"

Leave a comment

Your email address will not be published.


*