ભગવાન ની મહિમા પણ અપરંપાર છે. તેઓ ક્યારેય પણ તેમના ભક્તોને દુઃખી કરતા નથી. વ્યક્તિના જીવનમાં કે જોઈ પણ નાની મોટી સમસ્યા આવે તો તે ભગવાન ને દ્વાર પહોંચી જાય છે. મુશ્કેલીના સમયમાં માણસનો એક માત્ર આધાર ભગવાન હોય છે. આજે આપણે આવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટના છે કાબરાઉ મોગલધામની.
અહીં એક ભાઈ અને ભાભી તેની અપંગ બહેનને માતાના દ્વારે લાવ્યા હતા. તેઓ અહીં પૂછવા માટે આવેલા કે કઈ માનતા રાખવાથી તેમની બહેન સારી થઈ જશે. ત્યારે ત્યાં ઉપસ્થિત મણિધર બાપુ તેને જોતા જ કહે છે કે, “આવ, મારી દીકરી…” ત્યારબાદ તેની આ અવસ્થાનું કારણ પૂછતાં તેના ભાઈ ભાભી કહે છે કે તે જન્મથી જ અપંગ છે. અને તેમની માતા પણ મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ બાપુ તેમની વધારે ઓળખાણ કરે છે.
આ દીકરીના ભાઈ ભાભી તેની પરિસ્થિતિ બાબતે પૂછે છે ત્યારે મણિધર બાપુ કહે છે કે આ દીકરી પાછળ કશું જ કરવાની જરૂર નથી. બસ આજીવન તેની સેવા કરો. આ દીકરી જીવે ત્યાં સુધી તેની સેવા કરો. તેની આ સેવા માત્ર થી તમને ચાર ધામની યાત્રાનું પુણ્ય મળશે.
આ ઉપરાંત, આ અપંગ દીકરીની સેવા કરવાથી માં મોગલ પણ ખુશ થશે. તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. મોગલધામ એવી જગ્યા છે જ્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે. અહીં માતાજી તેમના પરચાઓ પણ પુરા પાડે છે. બાપુ એ એવું પણ કહ્યું હતું કે આ દીકરીની સેવા કરવાથી તમારે જીવનભર મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે… અને બાદમાં દીકરીને પણ આશીર્વાદ આપ્યા હતા કે, “દીકરી, તું હંમેશા ખુશ રે…”
મોગલધામ વિશે વાત કરીયે તો મોગલધામનું ખુબ જ મહત્વ રહેલું છે. અહીં સાક્ષાત માં મોગલ થઇ ગયા હતા. તેઓ પણ એક દીકરી જ હતા. તેઓ ખુબ જ સેવાભાવી અને દયાવાન હતા. લોકો આજે પણ દૂર દુર થી અહીં દર્શન માટે આવે છે અને માં મોગલ તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment