નવસારીના 74 વર્ષના દાદીમાએ ગંગુબાઈ મુવીના સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, દાદીની સ્ફૂર્તિ જોઈને આલિયા ભટ્ટને પણ ભૂલી જશો – જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા નવા નવા ડાન્સ ના વિડીયો જોયા હશે. ઘણા લોકો પોતાનો જબરદસ્ત ડાન્સ બતાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક દાદીમાં એ કરેલા ડાન્સનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારામાં પણ સ્ફૂર્તિ આવી જશે.

દાદીમાની વાત કરીએ તો દાદીમાની ઉંમર 74 વર્ષની છે. દાદીમા નવસારીના ઈટાળવા રોડ પર રહે છે. 74 વર્ષના દાદીમાનું નામ જશોદાબેન પટેલ છે. દાદીમાને બે પુત્ર છે બંને વિદેશમાં રહે છે. દાદીમા પોતાના પતિ સાથે શાંતિથી નિવૃત જીવન વિતાવે છે.

વિશ્વ મહિલા દિવસ ના દિવસે એક કાર્યક્રમમાં દાદીમા સ્ટેજ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. દાદીમા ને કહ્યું કે, તેઓએ આ પહેલા કોઈ દિવસ સ્ટેજ પર ડાન્સ કર્યો નથી. પરંતુ સિનિયર સિટીઝન પ્રોગ્રામમાં દાદીમાને તેમના પતિએ સ્ટેજ પર ડાન્સ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

દાદીમાએ સ્ટેજ પર ડાન્સ કરવા માટે પાંચ દિવસ સુધી ડાન્સ પ્રેક્ટિસ કરી હતી. 5 દિવસ બાદ 74 વર્ષના જશોદાબેન સ્ટેજ પર ગંગુબાઈ મુવીના ઢોલીડા સોંગ પર ડાન્સ કરીને ત્યાં હાજર તમામ લોકોને ચોંકાવી દીધા હતા.

હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ દાદીમાના જબરદસ્ત ડાન્સનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ ઉંમરે દાદીમાનો આ જુસ્સો અને સ્ફૂર્તિ જોઈને લોકો દાદીમાના વખાણ કરી રહ્યા છે. 74 વર્ષની ઉંમરે જ અમુક લોકો સરખા ચાલી પણ નથી શકતા ત્યાં આ ઉંમરમાં દાદીમાં સ્ટેજ પર જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*