રજાના દિવસોમાં પરિવાર સાથે બહાર જવું કોને નથી ગમતું? સૌ કોઈ હોલીડે માનવવા પોતાના પરીવાર સાથે બહાર ફરવા જવાના પ્લાન કરતા હોય છે ત્યારે લોકપ્રિય એવા ગુજરાતના ખ્યાતનામ કલાકાર ગમન ભુવાજી પણ તેમના પરિવાર સાથે વિદેશ ફરવા માટે ગયા છે. ગુજરાતી કલાકાર ગમન ભુવાજી તેમના પરિવાર સાથે દુબઇની ટ્રીપ પાર ગયા છે.
ગમન ભુવાજી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. આ ઉપરાંત તેમના પળ પળની માહિતી તેઓ સોશિયલ મીડિયા થકી પોતાના ચાહકોને આપતા હોય છે. ત્યારે આ નવી વાત જાણવા મળી છે કે ગમન સાંથલ હાલમાં તેમની પત્ની મિતલબેન સાથે પ્રવાસે ગયા છે.
તેઓ દુબઈની સારી એવી જગ્યાઓ અને ફરવા લાયક સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. તેઓએ હાલમાં જ ડેઝર્ટ સફારી પણ કરી હતી કે જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા થકી પૂરી પાડી છે.ગમન સાંથલ, તેમની પત્ની અને તેમની દીકરી ત્રણે હાલ દુબઈ ની મજા માણી રહ્યા છે. હાલમાં તેઓએ જે તસવીરો શેર કરી છે તેમાં ગમન ભુવાજી એ ડેનિમનો શર્ટ પહેર્યો જોવા મળે છે.
જ્યારે મિતલબેન અને તેમની દીકરી સાથે પણ તેઓએ પોતાના ફોટા શેર કર્યા છે. હાલમાં ઉનાળાના દિવસોમાં મોટાભાગના કલાકારો દેશ વિદેશના પ્રવાસે જઈ રહ્યા છે કે જેઓની માહિતી પણ આપણને સોશિયલ મીડિયા થકી મળતી રહે છે.ગમન ભુવાજી અને તેમનો પરિવાર તો દુબઈ ની મજા માણી જ રહ્યાં છે
પરંતુ તેઓએ શેર કરેલી તેમની તસવીરો જોઈને તેમના ચાહકો અને મિત્રો પણ ખુબ જ ખુશ થયાં છે. આ અગાવ પણ લોકપ્રિય એવા કિંજલ દવે એ પોતાની યાત્રાના ફોટો શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. અને હાલ ગમન ભુવાજી લોકો માટે ચર્ચાનો હોટ ટોપિક બન્યા છે. સોશિયલ મીડિયામાં તેઓનું સારુ ફેન ફોલોઈંગ હોવાથી તેઓની આ તસવીરો લોક ચર્ચાનો વિષય બની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment