ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે થોડાક દિવસ પહેલા માથાકૂટની ઘટના બની હતી. આ માથાકુટની ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. એક મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ ગઈ કાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે 23.2.2022ના રોજ અશ્વિન દિલીપભાઈ વાઘેલા નામના યુવાનને ભૂમિ અદાલતે સમાધાન માટે ઘર બહાર શેરીમાં બોલાવ્યો હતો અને કેટલાક યુવાનોએ મળીને તેના પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યો હતો.
આ ઘટનામાં અશ્વિન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તો અશ્વિનને સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને સિહોર પોલીસ સ્ટેશનમાં યોગેશ વાઘેલાએ ફરિયાદ આપી હતી કે, 23/2 ના રોજ હું અશ્વિન સાથે સિહોરના આંબલા ગામમાં આંટો મારવા ગયો હતો.
આ દરમિયાન અશ્વિન સાથે બજારમાં ગામના ત્રણ શખ્સોએ પાઈપ લીધી હતી અને અશ્વિનને ન બોલવાનું કીધું હતું. જેથી મેં તે લોકોને અશ્વિન સાથે આવું ન કરવાનું કીધું હતું. ત્યારબાદ ત્રણેય શખ્સોએ મળીને અશ્વિન પર પાઈપથી પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં અશ્વિન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે 108 ની મદદથી સૌપ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એની હાલત વધુ ગંભીર હોવાના કારણે ત્યારબાદ તેને ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અત્યારે હોસ્પિટલમાં ગઈકાલે લાંબી સારવાર દરમિયાન અશ્વિન નું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment