ભરતપુરના કૈથવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાર વર્ષના બાળકને કરંટ લાગતા બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. માહિતી અનુસાર આ ઘટના વીજળી વિભાગની બેદરકારીના કારણે બની છે. વિભાગની બેદરકારીના કારણે એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. તે માહિતી અનુસાર શાળાએ ગયો હતો અને શાળા ખુલવાની રાહ જોઈ રહ્યો હતો.
આ દરમિયાન બાળક એક ઝાડની નીચે બેસી જાય છે. મળતી માહિતી અનુસાર ઝાડની ઉપરથી પસાર થતો એક ઇલેક્ટ્રીક વાયર ઝાડને અડી રહ્યો હતો. તેના કારણે ઝાડમાં કરંટ આવતો હતો. માહિતી અનુસાર જ્યારે બાળક ઝાડને અડે છે ત્યારે બાળકને કરંટ લાગે છે.
કારણોસર બાળક ત્યાં જ પડી જાય છે. બાળકની હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા તો તેનું કરૂણ મૃત્યુ થાય છે. મૃત્યુ પામેલા બાળકનું નામ અંશુ હતું. તે એક સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો. માહિતી અનુસાર બાળક ગઇકાલે શાળા ખુલે તે પહેલાં તો શાળા પર પહોંચી ગયો હતો.
ત્યારબાદ તે એક લીમડાના ઝાડ નીચે શાળા ખુલવાની રાહ જોઈ રહ્યો હતો. મળતી માહિતી અનુસાર 11kvની લાઈન લીમડાના ઝાડને ટચ કરીને જતી હતી. તેના કારણે લીમડાના ઝાડમાં કરંટ આવતો હતો. ત્યારે અંશુ લીમડાના ઝાડને અડે છે અને તેની કરંટ આવે છે.
તેના કારણે તે બેભાન થઈ જાય છે. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સમગ્ર ઘટનાને લઇને બાળકના પરિવારજનોનું કહેવું છે કે વીજળી વિભાગની બેદરકારીના કારણે અમારા બાળકનો જીવ ચાલ્યો ગયો છે. સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં વીજળી વિભાગ સામે બેદરકારીની ફરિયાદ નોંધાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment