એકના એક દીકરાનું મૃત્યુ : રાજકોટમાં ટ્રેક્ટરની અડફેટેમાં આવતા ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ…

Published on: 6:02 pm, Sat, 12 March 22

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં બની હતી.

મળતી માહિતી અનુસાર અહીં ટ્રેક્ટરની અડફેટમાં આવતા 10ના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલો વિદ્યાર્થી પરિવારનો એકનો એક પુત્ર હતો. એક પુત્રનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર 15 વર્ષીય કેયુર ગોરધનભાઈ ભલાગામ ગઈકાલે રાત્રે ઈટોના ભઠ્ઠે હતો.

મેદાનમાં રહેલું એક ટ્રેક્ટર ઓટોમેટિક ચાલુ થઈ ગયું હતું. ત્યારે કેયુર કે ટ્રેક્ટરની બંધ કરવા માટે દોડે છે. આ દરમિયાન તે ટ્રેક્ટરની અડફેટેમાં આવી જાય છે. ના બન્યા બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

પરંતુ ત્યાં તેને સારવાર મળે તે પહેલા તો તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો કેયુર એકની એક બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. તે ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

મળતી માહિતી અનુસાર કેયૂરને માતા ઈટોના ભઠ્ઠામાં મજૂરી કરે છે. કેયુરના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પ્રાથમિક તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એકના એક દીકરાનું મૃત્યુ : રાજકોટમાં ટ્રેક્ટરની અડફેટેમાં આવતા ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*