પ્રધાનમંત્રીના માતા હીરાબાએ દીકરા નરેન્દ્ર માટે બનાવી હતી આ ખાસ વસ્તુઓ,વસ્તુ એટલી સ્વાદિષ્ટ હતી કે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે બે દિવસ માટે આવ્યા છે અને અને પ્રથમ દિવસે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ પ્રધાનમંત્રી લગભગ નવ વાગ્યે તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં તે તેમની માતા હીરા બા ને મળ્યા હતા. માતાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા અને બાદમાં તેને માતા સાથે બેસીને સ્વાદિષ્ટ ખીચડી જમ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે વર્ષ બાદ માતા હીરા બા ને મળ્યા છે. અગાઉ ઓક્ટોબર 2019 માં તેની માતા ને મળ્યા હતા. પાછળથી તે તેની વ્યસ્તતાને કારણે તેની માતાને મળી શક્યા ન હતા જોકે તે રોજ સવારે તેની માતા સાથે ફોન પર વાત કરે છે. આ પહેલા તેણે 10 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.

ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કર્યા બાદ તેમને જાહેર સભાને સંબોધી હતી.મોદીએ કહ્યું કે કોરોનાએ આખી દુનિયાની હાલત બગાડી છે. ગુજરાતમાં પણ કોરોના ગામડે ગામડે પહોંચ્યો પરંતુ કોરોના ગ્રામજનો પર જીત મેળવી શક્યો નહીં. કારણ કે તેની સામે લડવા માટે ગ્રામજનોએ જાતે નવા નિયમો બનાવ્યા હતા.

જે ગામની બહાર હતા તેમને બહાર રાખવામાં આવ્યા હતા જે અંદર હતા તેમની અંદર રાખ્યા. કોરોના જેવી મહામારીને ગામમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો.આ માટે હું ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે અમદાવાદમાં રોડ શો સહિત તેમના દિવસભર ના તમામ કાર્યક્રમો પૂરા કર્યા

બાદ તેમના નાના ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમના ભાઈનું ઘર ગાંધીનગરમાં રાયસણ માં વૃંદાવન સોસાયટીમાં છે.વડાપ્રધાન મોદીની માતા તેના નાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે. ભાજપ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ પ્રધાનમંત્રી મોદી લગભગ નવ વાગે ઘરે પહોંચ્યા હતા. માતા સાથે રાત્રિભોજન કર્યું અને તેમના આશિર્વાદ લીધા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*