રાજ્યમાં કમોસમી વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી,આગામી દિવસોમાં…

Published on: 4:46 pm, Sat, 12 March 22

રાજ્યમાં વરસાદ ને લઈને હવામાન વિભાગ ની આગાહી સામે આવી છે.ઉત્તર ભારતનું હવામાન સતત બદલાઈ રહ્યું છે. જેમ જેમ હોળી ધુળેટી નો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ ગરમીનું પ્રમાણ માં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે અને સાથે હજુ પણ કેટલાક રાજ્યોમાં થોડી ઠંડી નો અહેસાસ થઇ રહો છે મતલબ કે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર અને કેરલ જેવા રાજ્યોમાં પણ આજરોજ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

દિલ્હીમાં પણ હવામાન માં ફેરફાર થશે તેવું કહેવામાં આવ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માં આજનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે મતલબ કે સંભાવના છે જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેશે. દિલ્હીમાં આજે અને આવતીકાલે હવામાનમાં ફેરફાર જોવા મળશે અને સાથે જ બંને દિવસે ભારે પવનની પણ અપેક્ષા છે.

હવામાન ની આગાહી કરતા જણાવ્યું કે મધ્યપ્રદેશમાં ભોપાલમાં દિવસ દરમિયાન જોરદાર તડકો રહેશે. આજનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.ચંદીગઢમાં આજનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે અને તે સમયે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આકાશમા હળવા હળવા વાદળો જોવા મળશે અને આ સિવાય શિમલામાં આજે હળવા સૂર્યપ્રકાશ સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિમલામાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે.

મિત્રો દેહરાદૂન ની વાત કરવામાં આવે તો અહીં લઘુતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આજે દેશના અનેક ભાગોમાં વરસાદ થવાનો છે. સ્કાયમેટ વેધર મુજબ આજે અંદમાન અને નિકોબાર માં વરસાદ પડી શકે છે. આ સિવાય કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં કમોસમી વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી,આગામી દિવસોમાં…"

Leave a comment

Your email address will not be published.


*