પુત્રની નજર સામે માતાનું મૃત્યુ : દીકરીને મળવા જતાં માતા અને પુત્રને રસ્તામાં નડ્યો અકસ્માત – માતાનું મૃત્યુ…

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર ધ્રુમઠ ચોકડીએ બપોરે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર બપોરના સમયે મુંબઈથી આવતી કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં પુત્રની નજર સામે માતાનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર માતા અને પુત્ર બોમ્બેથી કચ્છ દીકરીને મળવા માટે જતા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં માતા નું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટના બન્યા બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના મંગળવારના રોજ બની હતી. આ અકસ્માતની ઘટનામાં 65 વર્ષીય માતા સુશીલાબહેન પ્રેમજીભાઈ ગડાનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર સુશીલાબહેન પોતાના 43 વર્ષીય પુત્ર અશોક સાથે મુંબઈથી વતન કચ્છમાં રહેતી દીકરીને મળવા જઈ રહ્યા હતા.

ત્યારે ધ્રુમઠ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં પુત્ર અશોકભાઈની નજરની સામે માતા સુશીલાબેનનું મૃત્યુ થયું હતું. આસપાસના લોકો દ્વારા અશોકભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ ટ્રકચાલક ઘટનાસ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*