2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે કારને લગાવી ટક્કર – એક યુવકનું મૃત્યુ, 3 ઈજાગ્રસ્ત…

Published on: 3:50 pm, Sat, 5 March 22

લખીમપુર રોડ પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર લખીમપુર ખેરીના નિગાસનમાં રહેતા યુવકની કાર ટેમ્પા સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર કારમાં સવાર અન્ય ત્રણ લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત બન્યા બાદ તેઓને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર યુવક પોતાની દવા લેવા માટે ફૈઝાબાદ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ સંતોષ ગુપ્તા હતું. તે સુગર નો દર્દી હતો.

તે પોતાની દવા લેવા માટે ફૈઝાબાદ જય રહ્યો હતો. ત્યારે તેની કાર ટેમ્પા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે, કાર ટેમ્પા સાથે કેટલા મીટર સુધી ખેંચાઈ ગઈ હતી. અને આગળ જઈને એક થાંભલા સાથે કાર અથડાઈ હતી.

આ ઘટનામાં સંતોષનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઉપરાંત અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ આસપાસના લોકો દ્વારા ઈજા ગ્રસ્ત લોકોની સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા.

ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં કારનો સંપૂર્ણ ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે ટેમ્પો પુરપાટ ઝડપમાં હતો. મૃત્યુ પામેલા સંતોષને બે બાળકો છે.

પિતાના મૃત્યુના કારણે બે બાળકોએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે. સંતોષ ના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે કારને લગાવી ટક્કર – એક યુવકનું મૃત્યુ, 3 ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*