હાલમાં અરવલ્લીમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અરવલ્લીમાં એક દીકરીનો કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર લોક રક્ષક દળની પરીક્ષા ની તૈયારી કરતી 22 વર્ષીય યુવતી રનીંગની પ્રેક્ટિસ દરમિયાન પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી.
ત્યાર બાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું કરુણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના બનતા જ યુવતીના પરિવારજનોમાં અને સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મૃત્યુ પામેલી યુવતીનું નામ ગીતાબેન કોદરભાઈ પગી હતું. તે માલપુર તાલુકાના ભૂકાકુતરી ગામની હતી. એ છેલ્લા કેટલાક સમયથી મેઘરજ તાલુકાના બાંઠીવાડાના પેટાપર લાલ કૃપામાં તેના મામાના ઘરે રહેતી હતી અને લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરી રહી હતી.
લોકરક્ષક દળની દોડની પરીક્ષા સમયમર્યાદા પૂરી થાય એ માટે તે દરરોજ સવાર સાંજની પ્રેક્ટિસ કરતી હતી. પરંતુ એક દિવસ પ્રેક્ટિસ દરમિયાન ગીતા નીચે પડે છે અને આ ઘટનામાં એના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચે છે.
ઘટનાના પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું કરુણ મૃત્યુ થાય છે. સમગ્ર ઘટનાને લઇને યુવતીના પરિવારજનો અને ગામના લોકોમાં શોખ નું વાતાવરણ છવાઇ ગયું હતું.
સમગ્ર ઘટનાને લઇને યુવતીના પરિવારજનોનું કહેવું છે કે, ગીતા લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ મહેનત કરતી હતી. આટલું જ નહીં પરંતુ તે દરરોજ દિવસ રાજ વાંચતી પણ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment