હિટ એન્ડ રન : સુરતના સિટીલાઈટમાં મોર્નિંગ વોક પર નીકળેલી એક વૃદ્ધ મહિલાને એક કારચાલકે લીધી અડફેટેમાં – વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 5:10 pm, Tue, 22 February 22

સુરતના સિટીલાઇટ રોડ પર બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું છે. સીટીલાઇટ રોડ ઉપર મોર્નિંગ હોગ કરતી એક વૃદ્ધાની અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લીધી હતી. આ ઘટનામાં વૃદ્ધાનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી વૃદ્ધાનું નામ આશાબેન હતું. તેમને બે દીકરાઓ છે. તેમના પતિ ત્રિલીંગેશ્વર સોમનાથ મંદિરના પૂજારી હોવાનું સામે આવ્યું છે. આ હિટ એન્ડ રનની ઘટના વહેલી સવારે બની હતી. સમગ્ર ઘટનાને લઇને ખટોદરા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, એક અજાણ્યા વાહનચાલકે રોડ પર મોર્નિંગ વોક કરતી વૃદ્ધાને અડફેટેમાં લીધી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

મૃત્યુ પામેલી વૃદ્ધ મહિલાનું નામ આશાબેન ગોવિંદભાઈ દવે હતું. તેમની ઉંમર 58 વર્ષની હતી. તેઓ આદર્શ વીલા ન્યુ સીટી લાઈટના રહેવાસી હતા. લગભગ આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થાય છે.

મૃત્યુ પામેલી મહિલાના દીકરાએ જણાવ્યું કે, મમ્મી છેલ્લા દસ વર્ષથી મોર્નિંગ વોક પર જતા હતા. ત્યારે આજરોજ અચાનક ફોન આવ્યો કે કોઈ વાહન મમ્મીને અડફેટેમાં લઈ ને ભાગી ગયો છે.

આ ઘટનામાં મમ્મીને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હિટ એન્ડ રન : સુરતના સિટીલાઈટમાં મોર્નિંગ વોક પર નીકળેલી એક વૃદ્ધ મહિલાને એક કારચાલકે લીધી અડફેટેમાં – વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*