અમદાવાદમાં દીકરા અને પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ સાબરમતી નદીમાં કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો – જાણો સમગ્ર મામલો

અમદાવાદમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પોતાના દિકરા અને પત્નિ થી કંટાળીને સાબરમતી નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં સરદાર નગર વિસ્તારમાં એક પત્ની અને તેના પુત્રના ત્રાસથી કંટાળીને એક પિતાએ પોતાનું જીવન ટુંકાવ્યું છે.

આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાની ફરિયાદ છે કે, પુત્રવધુ અને તેના પૌત્ર મારા દીકરાને જીવ ટૂંકો કરવા માટે પ્રેરવા અને શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે.

આ ઉપરાંત મૃત્યુ પામેલા યુવકના પિતા નું કહેવું છે કે, પુત્રવધુ અને પૌત્ર તેમના નામે દુકાન અને મકાન કરવા માટે સતત મારા પુત્ર પર દબાણ કરતા હતા એટલું જ નહીં પરંતુ વાસણ ધોવા સહિતના કામ પણ કરાવતા હતા.

આ ઉપરાંત કહ્યું કે, જો મારો પુત્ર મને મળવા આવે તો કેમ મળવા ગયો હતો તેમ કહીને મારા પુત્રને થપ્પડ લગાવતા હતા. અને મારા પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. જેથી કંટાળીને જગદીશ રામસિંધાનીએ સાબરમતી નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઇને જગદીશના પિતાએ પોતાની પુત્રવધુ અને પૌત્ર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે.  મળતી માહિતી અનુસાર 20 જાન્યુઆરીના રોજ જગદીશને તેની પત્નીએ થપ્પડ લગાવીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

જેથી જગદીશ પોતાના પિતાના ઘરે ઇન્દિરાબ્રિજ ગયો હતો અને ત્યારબાદ તેની સાબરમતી નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. 26 જાન્યુઆરીના રોજ જગદીશ મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બન્યા બાદ જગદીશના પિતાએ એક રેકોર્ડીંગ સાથે પોતાની પુત્રવધુ અને પૌત્ર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*