સુરતમાં સિનેમાની બહાર પુત્રની નજર સામે અસામાજિક તત્વો હોય પિતાનો જીવ લઇ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 5:44 pm, Fri, 4 February 22

સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમાની બહાર ગઈકાલે સાંજે 7.30 મને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શિવાભાઈ ભોજુભાઈ નિકમ એમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાં થી છૂટયા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા.

પોતાના ઘર પાસે નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે કેટલાક અસામાજીક તત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને શીવાભાઈ ત્યાં જાય છે અને અસામાજિક તત્વોને ઠપકો આપે છે. જ્યારે અસામાજિક તત્વો શીવાભાઈ પર પ્રહાર કરે છે.

ત્યારે અસામાજિક તત્વો રહેલા ભાઈના પુત્ર પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે. ત્યારે શીવાભાઈ અસામાજીક તત્વોને અટકાવવા જાય છે જ્યારે અસામાજિક તત્વો 20 વખત ધારદાર વસ્તુ વડે શીવાભાઈ પર પ્રહાર કરે છે.

ઘટના બન્યા બાદ અસામાજિક તત્વો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ત્યારબાદ શીવાભાઈ અને એમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં ડોક્ટર દ્વારા શિવા ભાઇને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને લિંબાયત પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર શીવાભાઈ મહારાષ્ટ્રના વતની હતા.

તેઓ વર્ષોથી સુરતમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર શીવાભાઈ પોતાના એક દીકરા સાથે પર્વત ગામ રહેતા હતા. 20 વર્ષ પહેલા તેમના છૂટાછેડા થઇ ગયા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં સિનેમાની બહાર પુત્રની નજર સામે અસામાજિક તત્વો હોય પિતાનો જીવ લઇ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*