મૌની રોયે તેના પતિ સાથે નવી નવી તસવીર કરી શેર,જુઓ ફોટો

મૌની રોય અને તેનો પતિ સૂરજ નામ્બિયારે 27 જાન્યુઆરી 2022ના રોજ લગ્ન કર્યા હતા.આ કપલે મલયાલી અને બંગાળી પરંપરાઓ અનુસાર લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. લગ્ન પછી, સૂરજ અને મૌનીએ તેમના ખાસ દિવસની તસવીરો શેર કરી.

મૌનીએ પતિ સૂરજ સાથેની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જે હવે ખુબ જ વાયરલ થઈ રહી છે.મૌની રોય લગ્ન બાદ ખૂબ જ ખુશ મૂડમાં જોવા મળી છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સૂરજ સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે,

જેમાં મૌની અને સૂરજ સફેદ અને વાદળી રંગના કપડામાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. પોસ્ટ શેર કરતા મૌનીએ લખ્યું કે, “અદ્ભુત સમય વિતાવવો આનંદદાયક છે.” એક તસવીરમાં બંને પ્રેમભરી ક્ષણનો આનંદ માણતા જોવા મળ્યા હતા, જ્યારે બીજી તસવીરમાં મૌની સૂરજને ગળે લગાવતી જોવા મળે છે.

આ બંનેની લવસ્ટોરીની વાત કરીએ તો, મૌની પહેલીવાર સૂરજને વર્ષ 2019માં દુબઈમાં મળી હતી. તેમની પ્રથમ મુલાકાત પછી, બંને એકબીજાને વારંવાર મળવા લાગ્યા અને ટૂંક સમયમાં જ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 2022 માં ત્રણ વર્ષ પછી, મૌની અને સૂરજે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણય પછી, બંનેએ વર્ષના પ્રથમ મહિનામાં લગ્ન કરી લીધા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*