કાર બેકાબુ થતા આગળ જઈ રહેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો – અકસ્માતમાં 2 મિત્રોના મૃત્યુ…

Published on: 5:28 pm, Mon, 31 January 22

ઉદયપુર માં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના નાથદારા હાઈવે પર સોંગ સુખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીરવા ટનલ પાસે બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે યુવકોના કરૂણ મૃત્યુ થયા છે.

અકસ્માત બન્યો ત્યારે કારની સ્પીડ લગભગ 90 ની આસપાસ હતી. મળતી માહિતી અનુસાર કાર ચાલકે અચાનક જ કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેના કારણે કાર આગળ જતાં એક ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી.

આ ઘટનામાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. ઉપરાંત કારમાં સવાર બંને મિત્રો ને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા ઉપરાંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બંને મિત્રોને સારવાર માટે એમ્બ્યુલન્સના મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તો બંને મિત્રોને મૃત્યુ થઈ ગયા હતા. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ બંનેના પરિવારજનોને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં બંનેના પરિવારજનો અને સગાસંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

બંનેના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર બંને મિત્રો રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નાથદ્વારા રોડ પર તેમનું અકસ્માત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાર બેકાબુ થતા આગળ જઈ રહેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો – અકસ્માતમાં 2 મિત્રોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*