અરે બાપ રે! 21 વર્ષની વહુ સાથે 65 વર્ષના સસરાએ કર્યા લગ્ન – જાણો સમગ્ર મામલો

જ્યારે કોઇ ના પણ લગ્ન થાય છે, ત્યારે વરરાજા અને દુલ્હનની મહત્તમ અંતર 4 અથવા 5 વર્ષનું હોય છે. પરંતુ હાલમાં બિહારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરરાજા અને દુલ્હનની વયનું અંતર 40 અથવા 42 વર્ષ છે. મળતી માહિતી અનુસાર એક 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિ પોતાની 21 વર્ષની પુત્રવધુ સાથે લગ્ન કરી લીધા છે.

ઉંમરનો આ તફાવત જાણીને ભલભલા લોકો ચોંકી ગયા છે. આ કરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશે. લગ્નના સમાચાર ફેલાતા જ લોકો આવું શા માટે કર્યું તેવું પૂછવા લાગ્યા છે. આ ઘટના બિહારના સમસ્તીપુર જિલ્લાની છે.

મળતી માહિતી અનુસાર અહીં 65 વર્ષીય રોશનલાલે પોતાની 21 વર્ષની પુત્રવધુ સપના સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન બનતા જ આસપાસના લોકો બધા વિચારમાં પડી ગયા છે. મળતી માહિતી અનુસાર સપનાના લગ્ન રોશનલાલના પુત્ર પપ્પુ સાથે નક્કી થયા હતા.

પરંતુ પપ્પુ લગ્નના દિવસે જ ઘર છોડીને ભાગી ગયો હતો. કારણકે રોશનલાલના પુત્ર પપ્પુની બીજી છોકરી સાથે પ્રેમ હતો. પપ્પુએ પોતાના પિતા રોશનલાલના ડરથી સપના સાથે લગ્ન કરવાની હા પાડી દીધી હતી. પરંતુ લગ્નના દિવસે પપ્પુ ઘર છોડીને ભાગી ગયો હતો.

આ ઘટના બનતા જ દુલ્હન વિના જાન ઘરે પાછી ફરી રહી હતી. ખાસ કરીને સપનાના પરિવારજનોને બદનામી નો સામનો કરવો પડ્યો હતો. આ વાતનું પપ્પુના પિતા રોશનલાલ ખૂબ જ ખોટું લાગી ગયું હતું. એટલા માટે રોશનલાલે મજબૂરીમાં બંને પરિવારનો આદર રાખવા માટે, રોશનલાલે સપના સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ બંને પરિવારો આ નિર્ણયથી સંમત હતા. પછી 65 વર્ષના રોશનલાલ 21 વર્ષની સપના સાથે લગ્ન કર્યા હતા. હાલમાં આ ઘટના કેટલી સત્ય છે તેના પર પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત લોકો યુવતીના પરિવારજનોને આ વસ્તુ ખોટી ગણાવી રહ્યા છે. ઉપરાંત ઘણા લોકો કહી રહ્યા છે કે, વૃદ્ધ સાથે લગ્ન કરાવી ને છોકરી ની જીંદગી બરબાદ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*