બોરસદના આણંદ ચોકડી પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક અને ઇકો કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કાર ચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેઓની સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પેટલાદના ચાર મિત્રો કાર લઈને વડોદરા જઇ રહ્યા હતા.
ત્યારે બોરસદના આણંદ ચોકડી પર તેમનો અકસ્માત થયો હતો. મળતી માહિતી અનુસાર પેટલાદ ગામે રહેતા પિંકેશકુમાર ગોહેલ શનિવારે સવારે પોતાના મિત્રો સાથે ઇકો કારમાં બેસીને વડોદરા જવા નીકળ્યા હતા.
જ્યારે તેઓ બોરસદના આણંદ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક પુરપાટ ઝડપથી આવતા ટ્રક ચાલકે તેમની કારને જબરદસ્ત ટક્કર લગાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિંકેશકુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
તે કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા તેઓને બોરસદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment