ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ માં બનેલી દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં દીકરી ના લગ્નના આગલા દિવસે જ પિતાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના થોડાક દિવસો પહેલા બની હતી.
વેરાવળ સોમનાથમાં જ્યાં પરિવારની એક લાડકડી દીકરી ના લગ્ન હતા જેના આગલા દિવસે જ પરિવાર ખુશીથી લગ્નની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ બપોરના સમયે અચાનક જ દીકરીના પિતાની તબિયત લથડતા તેમને સારવાર માટે તાત્કાલિક રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ત્યારે દીકરીના પિતાએ હોસ્પિટલ લઇ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. હાર્ટ એટેક આવવાના કારણે દીકરીના પિતાનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં ખુશીના માહોલમાં શોક ફેલાઈ ગયો હતો.
આ ઘટના બનતા જ પરિવારના તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. કારણકે દીકરીના લગ્ન ના એક દિવસ પહેલા જ પિતાનું મૃત્યુ થયું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અશોકભાઈ પ્રાણજીવનદાસ તન્ના હતું. તેમની 62 વર્ષની ઉંમર હતી.
તેઓ વેરાવળના બિહારીનગરમાં રહેતા હતા અને જંતુનાશક દવાના વેપારી હતા. અશોકભાઈ પોતાના ભાઈની દીકરી ને બાળપણ થી જ પોતાની સાથે રાખતા હતા અને તેને ભણાવી ગણાવીને મોટી કરી હતી.
તેમની દીકરી અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.તેમની દીકરી આયુશના લગ્ન હોવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું અને લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.
પરંતુ લગ્નના આગલા દિવસે જ બપોરે અશોક ભાઈ ની તબિયત અચાનક લથડી હતી અને તેમને સારવાર માટે તાત્કાલિક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ વધુ સારવાર માટે રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ એમનું એમ્બ્યુલન્સમાં મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવવાના કારણે અશોકભાઈ નું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment