મુંબઈમાં એક 20 માળની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર મુંબઈના તાડદેવ વિસ્તારની 20માં કમલા સોસાયટીના 18 માળે આગ લાગી ઉઠી હતી.
ઘટનાની જાણ થતા 13 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ભારે આગ લાગવાના કારણો ફેલાયેલા ધુમાડાના કારણે રેસ્ક્યુ કર્મચારીઓને પણ બિલ્ડિંગની અંદર જવામાં મુશ્કેલી પડી રહી છે.
રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 19 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 19 માંથી ત્રણ લોકોની હાલત ખુબ જ ગંભીર છે. તેઓને હાલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
મુંબઈમાં 20 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 2 લોકોના કરૂણ મૃત્યુ, 19 લોકો ઈજાગ્રસ્ત… pic.twitter.com/j8peDEw3Lh
— GUJJU ROCKZ (@gujju_rockz) January 22, 2022
જ્યારે 12 લોકોની સામાન્ય ઇજા પહોંચી છે તેઓને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને મુંબઈની નાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં હાજર તબીબે 2 લોકોને મૃત જાહેર કર્યા છે. ઉપરાંત બે લોકોની સારવાર હજુ ચાલી રહી છે. થોડાક સમય પહેલા મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સાત લોકોનાં કરૂણ મૃત્યુ થયા છે.
આ ઘટનાના કારણે ઘટનાસ્થળ પર 5 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. હજુ પણ કયા કારણોસર બિલ્ડિંગમાં આગ લાગી તેનું કોઇ કારણ સામે આવ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment