અમીરગઢ હાઈવે પર કોલસા ભરેલો ટ્રક, રોડ પરથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ વ્યક્તિ પર પલટી ખાઈ ગયો – વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ…

Published on: 10:20 am, Sat, 22 January 22

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ હાઇ-વે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રોડ પરથી પસાર થઇ રહેલા એક વૃદ્ધ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર અમીરગઢ પાસેથી પસાર થતાં પાલનપુર આબુરોડ હાઇવે પર એકલો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

તેના કારણે ટ્રક પલટી ખાઈ ગયું હતું. જેમાં રોડ પરથી પસાર થઇ રહેલા એક વૃદ્ધ વ્યક્તિ ટ્રકની નીચે આવી ગયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર અમીરગઢ હાઇ-વે પર ખુનિયાના પાટીયા પાસે પાલનપુર તરફથી આવી રહેલા એક ટ્રક ચાલકે વચ્ચે આવેલા બાઇકચાલકને બચાવવા જતાં ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ત્યારે તે જ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા એક વૃદ્ધ વ્યક્તિ પર ટ્રક પલટી ખાઇ ગયો હતો.

આ ઘટનામાં વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તે કારણોસર તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ક્રેન અને જેસીબીની મદદથી ચાર કલાકની ભારે જહેમત બાદ ટ્રક હટાવીને વૃદ્ધ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૃદ્ધના મૃત્યુની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!