ઉત્તર પ્રદેશના લખનઉમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર પુનિત મોટર્સના ગ્રાહક સલાહકાર મનીષ દુબે, અરુણ પાંડે અને રામનિવાસ ગુરુવારે સવારે 11 વાગે ટેસ્ટ ડ્રાઈવ માટે ગ્રાહકના ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં બેકાબૂ કારે 1090 ઓફિસની નજીક ડિવાઈડર પાસે ઉભેલા એક બાઈક ચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં વાજિદ નામના બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
વાજિદ ડિવાઈડર પાર્ક પાસે પોતાના સાથીદાર ની રાહ જોઈ રહ્યો હતો. આ ઉપરાંત અકસ્માતમાં કારમાં સવાર રામનિવાસ નું પણ ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. ઉપરાંત મનીષ દુબે અને અરુણ પાંડે ઘરમાં ફસાઈ ગયા હતા.
ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ ઉપરાંત કારમાં ફસાયેલા મનીષ દુબઈ અને અરુણ પાંડેને કારમાંથી બહાર કાઢીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર અરુણ ની હાલત હજુ પણ ખૂબ જ ગંભીર છે. પોલીસે હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment