સુરતના હીરાબાગ સર્કલ પાસે ગઈકાલે રાત્રે એક ખાનગી બસમાં શોર્ટસર્કિટથી થતા આગ લાગી હતી. બસમાં આગ લાગતા ગરમીનું પ્રમાણ વધી ગયું હતું તેના કારણે એસીનું કમ્પ્રેસર પણ પાડ્યું હતું. તેને કારણે બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.
આ ઘટનામાં એક મહિલા ઝડપથી બસની અંદર ફસાઈ ગઈ હતી. તેના કારણે તે મહિલાનો જીવ ચાલ્યો ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ખાનગી બસ ભાવનગર જવા માટે નીકળી હતી. ત્યારે હીરાબાગ સર્કલ પાસે બસમાં અચાનક થવાના કારણે આગ લાગી હતી.
બસમાં આગ લાગ્યા બાદ પાછળના ભાગમાં મોટો ધડાકો થયો હતો. અચાનક બસમાં ભયંકર આગ લાગી જતા. મહિલાને બસમાંથી ઉતરવાનો સમય ન મળ્યો અને મહિલા આગની ઝપેટમાં આવી ગઈ હતી.
સુરતના હિરાબાગ સર્કલ પર એક ખાનગી બસમાં શોર્ટ સર્કિટ થતા લાગી ભયંકર આગ, 1 મહિલાનું કરૂણ મૃત્યુ, 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત… pic.twitter.com/mcAeuhJdfn
— GUJJU ROCKZ (@gujju_rockz) January 19, 2022
પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે બસમાં મોબાઈલ ચાર્જિંગ માટે આપેલા યુનિટીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. હરી બસમાં સવાર મુસાફરનાનો જીવ બચાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ભાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને બસમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.
રાજધાની ટ્રાવેલર્સ સ્લીપિંગ કોચ બસમાં આગ લાગી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બસમાં આગ લાગી ત્યારે બસમાં અંદાજે 15 જેટલા મુસાફરો સવાર હતા અને તેઓ સુરત થી ભાવનગર જવા માટે નીકળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment