નવસારીમાં ધોરણ-11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થિનીનું ગેસ ગીઝરના કારણે મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…

Published on: 4:25 pm, Mon, 17 January 22

હાલમાં નવસારીમાં બનેલી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર નવસારીમાં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ગેસ ગીઝરના કારણે મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર નવસારીમાં ચંદ્રવાસણ સુપા નામનું એક ગામડ આવેલું છે. અહીં વિરલ પટેલ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેતા હતા અને વિરલ પટેલને એક દીકરી પણ હતી જેનું નામ એનીકા હતું.

મળતી માહિતી અનુસાર ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. ઉતરાયણના દિવસે એનીકા નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી. ઘણો સમય થઈ ગયો થતાં પણ એનીકા બાથરૂમમાંથી બહાર ન આવી.

તેના કારણે પરિવારના સભ્યોએ એનીકા ને બોલાવવા માટે બાથરૂમ પાસે ગયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોએ એનીકને બાથરૂમમાંથી બહાર આવવા માટે કહ્યું પરંતુ એનીકા બાથરૂમમાંથી બહાર આવી નહિ.

ત્યારબાદ પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડ્યો ત્યારે બાથરૂમમાંથી એનીકા બેભાન અવસ્થામાં મળી આવી હતી. ત્યારબાદ એની તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે એનીકાને મૃત જાહેર કરી હતી.

ત્યારબાદ સમગ્ર ઘટનાને લઇને તપાસમાં જાણવા મળ્યું કે, બાથરૂમની અંદર ફીટ કરેલા ગેસ ગીઝર માંથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો. એના કારણે એનીકાનું બાથરૂમમાં જ ગૂંગળામણ મૃત્યુ થયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવસારીમાં ધોરણ-11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થિનીનું ગેસ ગીઝરના કારણે મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*