આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે થોડાક દિવસ પહેલાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મેનપુરી જિલ્લાના ઉજ્જૈનથી પરત ફરતા એક પરિવાર સાથે આ અકસ્માતની ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર એક પરિવાર પોતાની કાર લઇને ઉજ્જૈન દર્શન કરવા માટે ગયું હતું અને દર્શન કરીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી.
ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ ગવાલિયર હાઇવે પર ઘાટી ગામ પાસે ઉભા ટ્રક સાથે કારની ટક્કર થઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવ વર્ષના બાળક સહિત પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર રામચંદ્ર નામના વ્યક્તિ તેમની પત્ની અને દીકરા ઉપરાંત સંબંધીઓ સાથે ઉજ્જૈન મહાકાલ ના દર્શન કરીને પોતાની સ્વીફ્ટ કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયર હાઇવે પર ઘાટી ગામ પાસે તેમનું અકસ્માત થયું હતું.
ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત તેઓએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી દીધી હતી ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment