સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીએ કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ પોતાનું સપનું સાકાર કરતા હાલ અમેરિકામાં કોમર્શિયલ પાઈલટ તરીકે વિમાન ની કમાન સંભાળી રહી છે.
મૂળ અમરેલીના ધારી પાસે હાલરિયા ગામની વતની અને વરાછા વિસ્તારના શાંતિનગરમાં રહેતા મગનભાઈ ચોડવડિયા ની 23 વર્ષીય પુત્રી ધ્રુવી એ કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.ત્યારબાદ પાયલોટ બનવાના લક્ષ્ય સાથે મુંબઈ માં એકેડેમી માં જોડાઇ હતી.
જ્યાં ધૂર્વી પાયલોટની પ્રાથમિક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ કરી વધુ અભ્યાસ માટે ઈન્ડિગો એરલાઇન્સ ની સ્કોલરશીપ મેળવી અમેરિકાના ફ્લોરિડા માં પાયલોટ બનવાની સંપૂર્ણ તાલીમ મેળવી હતી.
ધ્રુવી ને પાયલોટનું લાયસન્સ મેળવ્યું હતું. હાલ તો અમેરિકાના વિવિધ શહેરોમાંથી બીજા શહેરો વચ્ચે ની ફ્લાઈટમાં પાયલોટ તરીકે ફરજ નિભાવે છે. નાની ઉંમરે કઠોર પરિશ્રમ થી ધ્રુવી વિદેશી ધરતી પર વિમાન ની કમાન સંભાળી રહી છે. ધ્રુવી એ સમસ્ત સૌરાષ્ટ્ર પટેલ સમાજ નું ગૌરવ વધાર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment