દેશભરમાં જીવ ટૂકાવવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. લોકો જુદી જુદી વાતો થી દુઃખી થઈને અથવા ગુસ્સામાં આ પગલું ભરી લેતા હોય છે. હદ તો ત્યારે થાય છે જ્યારે બાળકોને પણ જીવ ટૂંકાવવા મજબૂર કરાતા હોય છે.
એક માતાએ તેની પાંચ દિકરીઓ સાથે કુવામાં ઝંપલાવીને પોતાનો જીવ ટુંકાવ્યો છે.વાસ્તવમાં કિસ્સો કોટા જિલ્લાના ચેચત પોલીસ સ્ટેશન વિસ્તારના કાલીયાખેડી ગામનો છે.
અહીં ગ્રામજનોને કુવામાંથી એક સાથે છ મૃતદેહો મળી આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તેને ગ્રામજનોની મદદથી તમામ મૃતદેહોને બહાર કાઢ્યા છે.કહેવામાં એવુ આવી રહ્યું છે કે મહિલાએ તેની પાંચ પુત્રીઓ સાથે કથિત રીતે કુવામાં કુદી ને પોતાનો જીવ ટૂંકાવ્યો છે.
કોટા જિલ્લા ગ્રામીણ ના અધિક પોલીસ અધિક્ષક પારસ જેને જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે મૃતક તેના પતિ સાથેના ઝઘડા અને ઘરેલું વિવાદથી પરેશાન હતી જેના કારણે તેને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment