એક જ દિવસે પુત્ર અને માતા નીકળી અંતિમયાત્રા : દીકરાની અંતિમ યાત્રા દરમિયાન માતા ઢળી પડ્યા…

વાપીમાં બંનેને ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વાપી ટાંકીફળિયામાં રહેતા એક સુભાષભાઈની લાંબા સમયની માંદગી બાદ તેમનું મૃત્યુ થયું હતું. સુભાષભાઈના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. જ્યારે સુભાષભાઈની અંતિમ યાત્રા નીકળી રહી હતી.

ત્યારે અંતિમ યાત્રામાં અચાનક જ સુભાષભાઈની માતાને ચક્કર આવી ગયા હતા અને તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં હાજર તબીબે સુભાષભાઈ ની માતાને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના બનતા જ પરિવાર પર આભ તૂટી પડયું હતું. એક જ દિવસે માતા અને પુત્રની નીકળી અંતિમયાત્રા. વાપીના ટાંકીફળિયામાં સ્થિત ભીખી માતા મંદિર ની બાજુમાં રહેતા 50 વર્ષના સુભાષભાઈ છનીયાભાઈ હળપતિ ડ્રાઇવિંગ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

તેઓને લાંબા સમયથી એક બીમારી હતી તેના કારણે તેઓનું શુક્રવારના રોજ રાત્રે મૃત્યુ થયું હતું તેમનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ત્યારે શનિવારના રોજ સુભાષભાઈ ની અંતિમ યાત્રા દરમિયાન ઘર થી 500 મીટરના સુભાષભાઈના માતા શાંતીબેન (ઉંમર 70 વર્ષ)ને અચાનક ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા.

જેથી તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

એક જ દિવસે પુત્ર અને માતા ની અંતિમયાત્રા નીકળતા અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આ ઉપરાંત થોડા દિવસ પહેલાં જ સુભાષભાઈ નાના ભાઇનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*